દિલ્હીના પાલમમાં ભીષણ આગે એક જ પરિવારના સાત લોકોનો લીધો ભોગ

Chintan Suthar

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના (South West Delhi) પાલમ (Palam) વિસ્તારમાં બુધવારે સવારે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પાલમ વિસ્તારમાં એક ભયાનક આગની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, સાધ નગર વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતમાં અચાનક આગ લાગી, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયાનું જાણવા મળ્યું છે.

https://x.com/AHindinews/status/2034131762121740317?s=20

આ આગ એટલી વિકરાળ હતી કે ઇમારતમાં રહેતા એક જ પરિવારના ઘણા સભ્યો અંદર ફસાઈ ગયા હતા. ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસને સવારે આગ લાગવાની જાણ થતા જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને લગભગ 30 ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બચાવ કર્મીઓએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઇમારતમાં અંદાજે 9 લોકો ફસાયેલા હતા. જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમોએ સતત પ્રયત્નો કર્યા હતા. જોકે, તમામને બચાવવામાં સફળતા મળી શકી ન હતી અને આ આગમાં 7 લોકો જીવતા ભૂંજાયા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *