અંબાજી મંદિર હવે માઈભક્તો માટે બન્યું ડિજિટલ, મોબાઈલ એપ કરાઈ લોન્ચ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.

Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.google.com) અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

Share This Article