ગરમી વધતા અમદાવાદના 70 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેને જોતા હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનું પ્રમાણ 41થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે હીટ એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે.

આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.

આ 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 બંધ રહેશે

પ્રભાત ચોક, ઉમિયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્સ, સુભાષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સૂરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવિયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, સીજી રોડ બોડીલાાઈન, અંકુર ચાર રસ્તા, ખોડિયાર મંદિર, ઈન્કમ ટેક્સ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, જવાહર ચોક, ભૈરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભૂલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી, ગેલક્સી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મિલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડિયાર નગર ચાર રસ્તા, કાંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હીરાભાઈ ટાવર ચાર રસ્તા, અવકાર હોલ, ONGC કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધિચી બ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભ સદન રિવર ફ્રન્ટ, હરિહર આનંદ સકલ રિવરફ્રન્ટ, નહેરુ બ્રિજ રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, જાજરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસિડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ અને ગિરીશ ચાર રસ્તા.

Share This Article