Putin India Visit: પુતિન પહોંચ્યા ભારત, પીએમ મોદીએ કર્યું સ્વાગત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની તેમની મહત્વપૂર્ણ બે દિવસીય મુલાકાત માટે રાજધાની દિલ્હી પહોંચ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ પર તેમના ખાસ મિત્ર પુતિનનું વ્યક્તિગત રીતે સ્વાગત કરવા પહોંચ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાગત માટે પાલમ એરપોર્ટ પર રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી અને પુતિન બન્ને એક ગાડીમાં સાથે બેઠીને નીકળ્યા હતા. ત્યાથી હવે બન્ને નેતાઓ શાહિ ડિનર પર કરશે જ્યા ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે.આખી દુનિયાની નજર તેમની મુલાકાત પર છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એક ખાસ પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. આ વ્યાપારી પ્રતિનિધિમંડળમાં રાજેશ શર્માનો સમાવેશ થાય છે, જેઓ રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે અને 34 વર્ષથી રશિયામાં રહે છે.

Share This Article