સોનિયા ગાંધીની તબિયત બગડતા શિમલાની IGMC હોસ્પિટલમાં દાખલ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શનિવારે અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 જૂનથી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલાના છરાબડા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા સોનિયા ગાંધીને શનિવારે અચાનક અસ્વસ્થતા અનુભવાતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલ લવાયા હતા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મુખ્ય સલાહકાર (મીડિયા) નરેશ ચૌહાણે મીડિયાને આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમને ‘મામુલી સમસ્યાઓ’ને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ચૌહાણે મીડિયાને કહ્યું કે ડોક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે.

Share This Article