CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મુંબઈ-દિલ્હીમાં વિરોધ, 500થી વધુ લોકોની અટકાયત

Chintan Suthar
By Chintan Suthar 3 Min Read

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મુંબઈના શિવાજી પાર્ક અને દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં 500થી વધુ લોકોની અટકાયત.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે મુંબઈ અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન યોજાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મુંબઈના શિવાજી પાર્ક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી ખાતે AAP નેતાઓ, વિદ્યાર્થી સંગઠનો અને અન્ય કાર્યકરોએ જંતર-મંતર નજીક વિરોધ નોંધાવ્યો હતો.

આ વિરોધનું મુખ્ય કારણ ચૂંટણી પંચની કામગીરી અંગેના મતભેદ અને મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાને લઈને કરવામાં આવી રહેલા આક્ષેપો છે. CJPના સ્થાપક અભિજીત દીપકે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આ વિરોધનું મુખ્ય કારણ ચૂંટણી પંચની કામગીરી અંગેના મતભેદ અને મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાને લઈને કરવામાં આવી રહેલા આક્ષેપો છે. CJPના સ્થાપક અભિજીત દીપકે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

વિશાલ દદલાણી અને અન્ય જાણીતા ચહેરાઓ પણ જોડાયા

મુંબઈના વિરોધ પ્રદર્શનમાં સંગીતકાર અને ગાયક વિશાલ દદલાણી હાજર રહ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યારે શબાના આઝમી અને પ્રકાશ રાજે પણ સમર્થન દર્શાવ્યું હતું.

દિલ્હીમાં 700થી વધુ લોકોની અટકાયત

બીજી તરફ, દિલ્હીના જંતર-મંતર ખાતે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલા 700થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. PTIના અહેવાલ મુજબ અટકાયત કરાયેલા લોકોમાં AAP નેતાઓ ઉપરાંત AISA, SFI અને અન્ય વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરોનો સમાવેશ થાય છે.

SIR મુદ્દે શું છે વિવાદ?

વિરોધ કરી રહેલા સંગઠનો અને કાર્યકરોનો આક્ષેપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં મોટા પાયે ફેરફાર અને મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ચૂંટણી પંચે આવા આક્ષેપોને નકારી કાઢ્યા છે અને SIR પ્રક્રિયાનો હેતુ ડુપ્લિકેટ, મૃત અથવા અન્ય રીતે અયોગ્ય મતદારોને ઓળખવાનો હોવાનું જણાવ્યું છે.

આ મુદ્દે ચૂંટણી પંચની અંદર પણ મતભેદ અંગે અહેવાલો સામે આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIR સંબંધિત કેટલાક નિર્ણયો અંગે વાંધા ઉઠાવ્યા હોવાના અહેવાલ છે.

દેશના અન્ય શહેરોમાં પણ આંદોલન લઈ જવાની જાહેરાત

CJPના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું છે કે મુંબઈ બાદ આંદોલન ગોવા, બેંગલુરુ, કોલકાતા અને અન્ય શહેરોમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટું આંદોલન કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું છે.

Share This Article