28થી 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ રહેશે. 27 સપ્ટેમ્બરે સરકારી બેંકો અને RRB ખુલ્લી રહેશે. SBI સહિત PSU બેંકોએ ATM ચાર્જમાં રાહત આપી.
દેશભરના બેંક ગ્રાહકો માટે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના કારણે ખાસ કરીને બેંકની શાખાઓમાં થતી સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે.
જોકે ગ્રાહકોને રાહત આપવા માટે 27 સપ્ટેમ્બર, રવિવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) ખુલ્લી રાખવામાં આવશે. RBIએ આ માટે બેંક શાખાઓ, ઓફિસો, ATM-લિંક્ડ શાખાઓ અને કરન્સી ચેસ્ટને 27 સપ્ટેમ્બરે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.
28થી 30 સપ્ટેમ્બર બેંક હડતાળ
બેંક યુનિયનો દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પાંચ દિવસની બેંકિંગ વીક સહિતના મુદ્દાઓ સામેલ છે.
હડતાળની સીધી અસર બેંકની શાખાઓમાં ગ્રાહકો સાથે સંબંધિત કામગીરી પર પડી શકે છે. ખાસ કરીને કેશ જમા કરાવવું-ઉપાડવું, ચેક ક્લિયરન્સ, એકાઉન્ટ સંબંધિત કામગીરી અને અન્ય શાખા આધારિત સેવાઓમાં વિલંબ અથવા મુશ્કેલી આવી શકે છે.
રવિવારે એટલે કે 27 સપ્ટેમ્બરે બેંક કેમ ખુલ્લી રહેશે?
સામાન્ય રીતે 27 સપ્ટેમ્બર રવિવાર હોવાથી બેંકો બંધ રહેતી. પરંતુ 28થી 30 સપ્ટેમ્બર સુધીની હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને જરૂરી બેંકિંગ કામ માટે એક વધારાનો દિવસ મળી રહે તે માટે સરકારી બેંકો અને RRBને 27 સપ્ટેમ્બરે કાર્યરત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
SBIએ પણ પોતાના ગ્રાહકોને જાણ કરી છે કે તેની શાખાઓ 27 સપ્ટેમ્બરે ખુલ્લી રહેશે. આ વ્યવસ્થા જાહેર ક્ષેત્રની બેંકો અને RRB માટે છે. ખાનગી બેંકો માટે રવિવારે શાખા ખોલવાની બાબત તેમની પોતાની સૂચનાઓ પર નિર્ભર છે. તેથી ખાનગી બેંકના ગ્રાહકોએ પોતાની બેંકની સત્તાવાર માહિતી તપાસવી જોઈએ.
SBI સહિત PSU બેંકોએ ATM ચાર્જમાં રાહત આપી
હડતાળ દરમિયાન રોકડ ઉપાડવામાં ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ATM સંબંધિત રાહતની જાહેરાત કરવામાં આવી છે.
SBIએ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પણ હડતાળ દરમિયાન મફત ATM ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા કરતાં વધુ કેશ ઉપાડવા પર લાગતા વધારાના ચાર્જમાં રાહત આપવામાં આવી હોવાના અહેવાલ છે.
UPI અને મોબાઇલ બેંકિંગ ચાલુ રહેશે
બેંક હડતાળનો અર્થ સંપૂર્ણ બેંકિંગ વ્યવસ્થા બંધ થઈ જશે એવો નથી. UPI, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેવાની અપેક્ષા છે.
ગ્રાહકો UPIથી પેમેન્ટ કરી શકશે તેમજ બેંકની સુવિધા અનુસાર મોબાઇલ અથવા ઇન્ટરનેટ બેંકિંગથી ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ અને અન્ય ડિજિટલ કામગીરી કરી શકશે.
જોકે ચેક ક્લિયરન્સ અને શાખા આધારિત કામગીરીમાં વિલંબ થઈ શકે છે
