જાણીતા Visual Storyteller અને Art Photographer સિદ્ધાર્થ રાઠોડ દ્વારા તેમની પસંદગીની તસવીરોનું વિશેષ એકલ ફોટોગ્રાફી પ્રદર્શન “THE DARK – Stories of Life” અમદાવાદમાં યોજાયું હતું. 25, 26 અને 27 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવજીવન ટ્રસ્ટ – સત્ય આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિવિધ વિષયો અને અનુભવોને રજૂ કરતી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી.

સિદ્ધાર્થ રાઠોડ મૂળ અંજાર, કચ્છના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી ફોટોગ્રાફીના ક્ષેત્રે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ Documentary, Portrait, Culture, Travel, Wildlife, Nature અને Visual Storytelling Photography ક્ષેત્રે કાર્ય કરે છે. તેમની ફોટોગ્રાફિક સફરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં Gujarat Gaurav Puraskar, HIPA International Gold Medal તથા Gujarat Tourism સહિતના સન્માનોનો સમાવેશ થાય છે.

“THE DARK – Stories of Life” નામ પાછળ પ્રદર્શનની દૃશ્ય અને વિચારાત્મક બંને પરિકલ્પનાઓ જોડાયેલી છે. પ્રદર્શનમાં Darkness, Red અને Black tones ધરાવતા photographs ઉપરાંત રાત્રિના દૃશ્યો, માનવીય ચહેરાઓ, સંસ્કૃતિ અને જીવનની વિવિધ ક્ષણોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

પ્રદર્શનનો મહત્વપૂર્ણ ભાગ કચ્છની સંસ્કૃતિ અને જીવનને સમર્પિત રહ્યો હતો. છેલ્લા 8થી 10 વર્ષ દરમિયાન કચ્છની વિવિધ મુલાકાતો દરમિયાન લેવામાં આવેલા ખાસ કરીને મહિલાઓના portraits દ્વારા કચ્છની પરંપરા, પહેરવેશ, આભૂષણો, જીવનશૈલી અને સંસ્કૃતિને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવેલા Mushroom Photography Projectના photographs તેમજ Mahakumbh 2025 દરમિયાન પાણીની અંદરથી લેવામાં આવેલી અનોખી તસવીરો પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. સાથે Ahirani Maha Raas, Mot no Kuvo સહિત વિવિધ વિષયો અને અનુભવોમાંથી પસંદ કરેલી તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ત્રણ દિવસ દરમિયાન ફોટોગ્રાફી અને કલાપ્રેમીઓએ પ્રદર્શનની મુલાકાત લઈને સિદ્ધાર્થ રાઠોડની વર્ષોની photographic journeyમાંથી પસંદ કરાયેલી તસવીરો નિહાળી હતી. પ્રદર્શનમાં જીવન, સંસ્કૃતિ, માનવીય લાગણીઓ અને વિવિધ સ્થળોના અનુભવોને અનોખી દૃશ્યભાષા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
