અમદાવાદની ખાનગી સ્કૂલના શિક્ષક-પ્રિન્સિપાલ સામે આક્ષેપ, ધોરણ-4ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદના નારોલ-CTM વિસ્તારમાં આવેલી Bright English Schoolમાં ધોરણ-4ના વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

વિદ્યાર્થીની માતાનો આક્ષેપ છે કે બાળકને એક ચિઠ્ઠીમાં ‘I LOVE YOU’ લખી એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનું નામ લખવાના મુદ્દે શિક્ષક અને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો.

આ મામલે માતા દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો છે અને Ramol પોલીસમાં અરજી કરી સમગ્ર ઘટનાની તપાસ તથા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીની ભૂલ હોય તો સમજાવવાનો રસ્તો છે, પરંતુ મારપીટના આક્ષેપો ગંભીર સવાલો ઊભા કરે છે. અમદાવાદમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો દ્વારા મારપીટના કિસ્સાઓ સામે આવ્યા છે. હવે Bright English Schoolના આ મામલે તપાસ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે.

Share This Article