ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ‘2-3 અઠવાડિયામાં પૂરું’

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

અમેરિકી સેનાની જલ્દી વાપસીનો સંકેત, પરમાણુ ખતરો સમાપ્ત હોવાનો દાવો.

અમેરિકાના પ્રમુખ Donald Trump દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂર્ણ થઈ શકે છે અને અમેરિકી સેના ઈરાનમાંથી પાછી ખેંચાઈ જશે.વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મંગળવારે રાત્રે બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા નો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવાનો હતો, જે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ સંજોગોમાં યુદ્ધને લાંબું ખેંચવાની કોઈ જરૂર નથી.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે તેમને ઈરાન સાથે કોઈ પણ પ્રકારના કરાર કે સમજૂતીની જરૂર નથી.મંગળવારે રાત્રે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો હેતુ ઈરાનને પરમાણુ હથિયારો મેળવવાથી રોકવાનો હતો. આ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે સમજૂતી થવા પર યુદ્ધ વહેલા પણ સમાપ્ત થઈ શકે છે.આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત તેમના પરિવારના સભ્યો અને અનેક દિગ્ગજ અધિકારીઓના મોત થયા છે. ખામેનેઈના પુત્ર મોઝતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર બનાવાયા હોવા છતાં, તેઓ ક્યાં છે તે અંગે હજુ સસ્પેન્સ છે.

ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, “ઈરાન હવે કોઈ પરમાણુ હુમલો કરી શકશે નહીં કારણ કે તેમના મોટાભાગના નેતાઓ હવે રહ્યા નથી.” જોકે ટ્રમ્પ ભલે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરતા હોય પરંતુ હજી પણ આ યુદ્ધ સમાપ્ત થશે કે કેમ તે પ્રશ્ન છે. કારણકે એક તરફ ટ્રમ્પ યુદ્ધ વિરામ અને સેના વાપસીની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હજુ સુધી જંગ ખતમ કરવાની કોઈ ડેડલાઈન આપી નથી.

Share This Article