બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર માતા બની

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા ફરી એકવાર માતા-પિતા બન્યા છે. આ દંપતીએ 29 માર્ચે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. સોનમ અને આનંદ પહેલાથી જ એક દીકરા વાયુના માતા-પિતા છે, અને હવે, બીજી વખત, તેમને બીજા પુત્રનો આશીર્વાદ મળ્યો છે.

સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા જ તેને અભિનંદનના સંદેશ મળી રહ્યા છે.ખુશખબર પછી કરીના કપૂર, આલિયા ભટ્ટ, દિયા મિર્ઝા, હુમા કુરેશી સહિત અનેક સેલેબ્સે કપલને શુભેચ્છાઓ પાઠવી છે.

આપને જણાવી દઈએ કે, સોનમ કપૂરે નવેમ્બર 2025માં બીજી વખત માતા બનવાના ખુશખબર ફેન્સને આપ્યા હતા. તેણે પિંક ગ્લેમરસ આઉટફિટમાં મધરહુડ કેપ્શન સાથે તેની જાહેરાત કરી હતી. આ પછી તેના પ્રેગ્નન્સી લુક્સ ચર્ચામાં રહ્યા હતા.

Share This Article