“સોશિયલ મીડિયાના યુગમાં ખોવાતી પ્રામાણિકતા”

Chintan Suthar

આજના ડિજિટલ યુગમાં યુવાનોનું જીવન ઝડપી બની ગયું છે. સોશિયલ મીડિયા, તીવ્ર સ્પર્ધા અને તાત્કાલિક સફળતાની ઇચ્છા વચ્ચે પ્રામાણિકતા જેવા મૂલ્યો ઘટતા જાય છે. યુવાનો ઘણી વખત ફેક પ્રોફાઇલ, લાઇક-ફોલોઅર્સ માટે ખોટું બતાવવું અથવા એક્ઝામમાં ચીટિંગ જેવા શોર્ટકટ્સ અપનાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં પણ પ્રામાણિકતા જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે? જવાબ છે હા! પ્રામાણિકતા માત્ર સત્ય બોલવું નથી, પણ વિચાર, વર્તન અને કાર્યમાં સાચા રહેવું છે. તે જ લાંબા ગાળાની સફળતા, માનસિક શાંતિ અને મજબૂત સંબંધો હંમેશા આપે છે.

પ્રામાણિકતા માનસિક શાંતિનું સૌથી મોટું આધાર છે. ખોટું બોલવાથી ગિલ્ટ, તણાવ અને ઊંઘની સમસ્યા વધે છે એ આપ સૌ જાણો છો, એક ગલત કરેલી વાતો હંમેશા ફેરવવામાં આવે છે, જેમાં 18-34 વર્ષના યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ નબળું છે Global Mind Health Report 2025 અનુસાર, ભારતીય યુવાનો 84 દેશોમાં 60મા ક્રમે છે, જ્યારે MHQ સ્કોર માત્ર 33 છે. પ્રામાણિક વ્યક્તિને સ્વ-સન્માન વધુ મળે છે, કારણ કે તે પોતાની સાથે સાચો રહે છે. આજના તણાવભર્યા જીવનમાં પ્રામાણિકતા જ એકમાત્ર રસ્તો છે જે તમને આંતરિક શાંતિ આપે છે.

સાચા સંબંધો વિશ્વાસ પર ટકે છે. જે અત્યારે કહેલું ખુબ કઠિન છે, પરંતુ પરિવાર સબંધીઓ કે મિત્રો સાથે સાચું બોલવું એ ખુબ મજબૂત પાયો કહી શકાય કારણકે એક જુઠ્ઠું વ્યક્તિને અનિર્ધારીત સ્થળ પર લઇ જાય છે, અને વ્યક્તિને ક્યાં માર્ગ પર લઇ જાય છે, એ કોઈ નિર્ધારિત રહેતું નથી, કરિયરમાં પણ પ્રામાણિકતા લાંબા ગાળાની સફળતા આપે છે. કંપનીઓ આજે અખંડિતતા અને વિશ્વાસને વધુ મહત્વ આપે છે. પ્રામાણિક કર્મચારીને પ્રમોશન અને સારું રેપ્યુટેશન મળે છે. જયારે પ્રામાણિકતા વર્તમાન કરતા પહેલા ખુબ વિશેષ મહત્વ હતું, જે આપણે કોઈને કોઈ જગ્યા પર સાંભળ્યું હશે, મહાત્મા ગાંધીજીની પ્રામાણિકતાએ વિશ્વ જીત્યું તેમનું સત્યાગ્રહ આજે પણ પ્રેરણા આપે છે. યુવાનો માટે પ્રામાણિકતા જ હેતુ અને અર્થપૂર્ણ કાર્ય તરફ લઈ જાય છે.
પ્રામાણિકતા કોઈ મોટી વાત નથી તે નાની શરૂઆતથી આવે છે. રોજ સ્વને જાગૃતિ કરો, “આજે મેં ક્યાં ખોટું બોલ્યું કે વિચાર્યું?” નાની-નાની વાતોમાં સત્ય બોલવાની આદત બનાવો. સોશિયલ મીડિયા પર રિયલ રહેવાની કોશિશ કરો, સાચી સફળતા અને સંઘર્ષ વિશે વાત કરો. રોલ મોડલ્સ અપનાવો જેમ કે ગાંધીજી, પેરન્ટ્સ કે શિક્ષકોએ પ્રેશરને બદલે પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવું જોઈએ.

સ્પેશિયલ સ્ટોરી બાય –  મધુ ભાદરકા (ભુજપુર – કચ્છ)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *