ઈરાનના તેલ ભંડાર પર ઇઝરાયલ-અમેરિકાનો મોટો હુમલો

Chintan Suthar

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો નવમો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના 30 ફ્યૂલ ટેન્કો અને ઘણા તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે.

https://x.com/kaankit/status/2030497980185538575?s=20

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બપોરે કહ્યું હતું કે આજની રાત ઈરાન માટે સૌથી ખરાબ રાત હશે. આ નિવેદનના થોડા કલાકો પછી, ઇઝરાયલે ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. ઈરાની રાજ્ય મીડિયા અનુસાર, શનિવારે તેહરાનમાં એક તેલ ડેપો પર યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જે ઈરાનના તેલ માળખા પરનો પહેલો હુમલો હતો. હુમલા બાદ, એક તેલ સંગ્રહ ટાંકીમાં આગ લાગી ગઈ, જેનાથી ધુમાડાના ગોટેગોટા ફેલાયા. આ હુમલા બાદ સમગ્ર આરબ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધુ સ્ફોટક બની છે, જેનાથી વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે ઈરાન માટે ‘બિનશરતી શરણાગતિ’ સિવાય મંત્રણાના તમામ દરવાજા બંધ છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *