ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન પરત ફર્યા, તમામ સ્થિતિ પર ભારતની નજર

Chintan Suthar

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, ભારતીય વિદેશ મંત્રાલય ખાડી ક્ષેત્રમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલય ભારતીય નાગરિકોની સલામતી અને સહાયને પ્રાથમિકતા આપી રહ્યું છે. તે નાગરિકોને સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરવાની અને તેમના દૂતાવાસોનો સંપર્ક કરવાની સલાહ આપે છે.

ભારતીય વિદેશ મંત્રાલયે પણ વર્તમાન પરિસ્થિતિ પર એક નિવેદન જારી કર્યું છે.  વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે. વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 52,000 થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે.

https://x.com/MEAIndia/status/2030339522127692245?s=20

યુદ્ધની સ્થિતિને કારણે એરસ્પેસ બંધ થવા અને સુરક્ષાના કારણોસર હવાઈ કામગીરીને મોટી અસર થઈ છે. માત્ર શનિવારે જ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી આશરે 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. 35 ફ્લાઈટ્સ રદ થઈ છે, જ્યારે 36 ફ્લાઈટ્સનું આગમન રદ કરવામાં આવ્યું છે. 22 ફ્લાઈટ્સ રદ થઈ છે અને 17 ફ્લાઈટ્સનું આગમન રદ કરાયું છે. દિલ્હી એરપોર્ટ ઓપરેટર (DIAL) એ ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે અથવા તેમના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *