T 20 Worldcup : ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, સેમિફાઈનલમાં ઈંગ્લેડ સામે ટક્કર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારતીય ટીમે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી કરો અથવા મરો જેવી સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ભારતની જીત સાથે દેશભરમાં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

સંજુ સેમસનએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ભારતના સેમિફાઇનલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 196 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા અને ઈશાન કિશન વહેલા આઉટ થઈ ગયા હતા. જોકે, ઓપનર તરીકે આવેલા સંજુ સેમસને એક છેડો સાચવી રાખીને તોફાની બેટિંગ કરી હતી. સેમસને માત્ર 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તે માત્ર 3 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની આ ઈનિંગે ભારતને જીત અપાવી હતી.

આ જીત સાથે ભારત પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહ્યું છે, જેના કારણે હવે સેમીફાઈનલમાં તેની ટક્કર બીજા ગ્રુપની ટોપર ટીમ ઈંગ્લેન્ડ સામે થશે.

Share This Article