કરોડોના છેતરપિંડી કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મુશ્કેલીમાં

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધાઈ છે.શિલ્પા, રાજ કુન્દ્રા ઉપરાંત, એક અજાણ્યા વ્યક્તિ સામે 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ ડીલ સાથે સંબંધિત છે.

જોકે, આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.

Share This Article