એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ કાર્યક્રમને મંજૂરી

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ માહિતી સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા આપવામાં આવીહતી. આનાથી ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે. આને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમને ADA અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરવામાં આવશે, જેમાં ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપનીને સમાન તક મળશે. AMCA એ ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ પાઈટર જેટ છે, જેભારતીય વાયુસેના માટે ડિઝાઈન કરવામાં આવીરહ્યું છે. આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવેલુ હશે, જેમાં સ્ટીલ્થ ટેકનિક, સૂપરક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયાર, એઆઈનો સમાવેશ થશે.

https://x.com/ANI/status/1927225245070447056

ભારત દ્વારા લેવાયેલો આ નિર્ણય ત્યારે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પાકિસ્તાન ચીન પાસેથી પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદી રહ્યું છે અને અહીં ભારત પર અમેરિકા અથવા રશિયા પાસેથી તે ખરીદવાનું દબાણ છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, “ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે.”

Share This Article