અવારનવાર બનતી આગની ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે, કોઈ ગુંગળામણથી તો કોઈનું દાઝી જવાના કારણે મોત થાય છે. અમુક કિસ્સામાં તો આગ એટલી ભયાવહ હોય છે કે, માણસ આખેઆખો ભડથું થઈ જાય છે. ત્યારે ઓડિશાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ અહીં SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે. આગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
https://x.com/ANI/status/2033361322923204798?s=20
મળતી માહિતી મુજબ, ઓડિશાના કટક શહેરની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. . જોત જોતામાં આગની લપેટમાં ICU વૉર્ડ પણ આવી ગયું હતું. તે સમયે આઈસીયુ વૉર્ડમાં અનેક ગંભીર દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાથી આ કરુણાંતિકા સર્જાઈ હતી. આગની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. જોકે સમયસર ફાયરબ્રિગેડે પહોંચીને અનેક દર્દીઓના જીવ બચાવી લીધા હતા. મુખ્યમંત્રી મોહન માઝીએ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ સાથે સ્થિતિનું નિરીક્ષણ કરતાં રેસ્ક્યૂ કાર્યમાં સામેલ તમામ લોકોને સૂચનો કર્યા હતા.