અમદાવાદ : પાલડી વિસ્તારમાં AMTS બસ બની આગનો ગોળો, જુઓ વીડિયો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદ શહેરના પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે સવારે AMTSની બસમાં અગમ્ય કારણોસર આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

https://www.instagram.com/reel/DV0OwDEDBph/?utm_source=ig_web_copy_link

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી એક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી બાદશાહ ડેરી અને જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ નજીક સવારે 8:00 વાગ્યે રૂટ નંબર 35ની બસ (TCM 53) માં અચાનક આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ભીષણ આગમાં બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સીલિંગ અને આગળની ચાર સીટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Share This Article