કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી

Chintan Suthar

ગુજરાતમાં એકતરફ ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનો પારો વધી રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 17 માર્ચથી માવઠાના સંકેત આપ્યાં છે.

હવામાન વિભાગ તરફથી આ અંગે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે.ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાની આગાહી વ્યક્ત કરાઇ છે. 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ થઇ શકે છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની શકયતા છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત તાપીમાં વરસાદની આગાહી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *