ઈરાક નજીક અમેરિકાના ઓઇલ ટેન્કર પર ઈરાનનો ભીષણ હુમલો, એક ભારતીયનું મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક અત્યંત માઠા સમાચાર મળી રહ્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા એક ‘સુસાઇડ’ બોટ હુમલામાં એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાને ઈરાક નજીક અમેરિકાની માલિકીના એક ઓઇલ ટેન્કરને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું હતું. બગદાદમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ હુમલો 11 માર્ચે ઇરાકના બસરા નજીક થયો હતો. આ જહાજ અમેરિકાની માલિકીનું હતું અને માર્શલ ટાપુઓના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું.

https://x.com/BNODesk/status/2031853344176627774?s=20

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, માર્શલ આઇલૅન્ડનો ધ્વજ ધરાવતા અને અમેરિકાની માલિકીના ઓઇલ ટેન્કર ‘સેફ સી વિષ્ણુ’ પર ઈરાકની પ્રાદેશિક જળસીમામાં આવેલા ‘ખોર અલ ઝુબેર’ બંદર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનની એક વિસ્ફોટક ભરેલી ‘સુસાઇડ’ બોટ આ ટેન્કર સાથે અથડાઈ હતી. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાના અહેવાલ છે. જોકે અત્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઓઇલ ટેન્કર પર સવાર અન્ય 27 ક્રૂ મેમ્બર્સ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઈરાકના બસરા ખાતે લઈ જવામાં આવ્યા છે.

Share This Article