ક્રિકેટ પ્રેમીઓને ઝટકો! સ્ટેડિયમમાં જઈને IPL મેચ જોવી મોંઘી પડશે

Chintan Suthar

શું તમે પણ ક્રિકેટના ચાહક છો અને તમને પણ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવાની વધારે મજા આવે છે તો તમારા માટે એક માઠા સમાચાર છે. હવે ક્રિકેટ મેચને સ્ટેડિયમમાં જોવા જવું તમને મોંઘું પડી શકે છે. IPL ઇંડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવામાં છે અને ક્રિકેટના રસિકો પોતાની ફેવરિટ ટીમની મેચ જોવા માટે સ્ટેડિયમમાં જઈને જોવાનું વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે આ IPL ની મેચો તમને સ્ટેડિયમમાં જોવા જવાનું હવે મોંઘું પડી શકે છે. આઇપીએલ સ્ટેડિયમમાં જોવું તમારા ખિસ્સાને ભારે પડી શકે છે.

આગામી 26મી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટૂર્નામેન્ટની ટિકિટો પર આ વર્ષથી 40 ટકા GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા 22 સપ્ટેમ્બર, 2025થી આઈપીએલ ટિકિટોની સાથે કસિનો, સટ્ટાબાજી, જુગાર, લોટરી અને ઓનલાઇન ગેમિંગ જેવી પ્રવૃત્તિઓ પર 40 ટકાનો નવો જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ સેવાઓને હવે એક અલગ ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવી છે, જેમાં આઈપીએલ મેચની ટિકિટોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ટિકિટો પર 28 ટકા જીએસટી લેવામાં આવતો હતો. આઈપીએલની મેચની ટિકિટોને ‘હાઈ ટેક્સ કેટેગરી’માં મૂકવામાં આવતા હવે ચાહકોએ આર્થિક બોજ સહન કરવો પડશે; ઉદાહરણ તરીકે, રૂ. 3000ની મૂળ કિંમત ધરાવતી ટિકિટ માટે હવે રૂ. 4200 ચૂકવવા પડશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચો માટે લેવાતી એન્ટ્રી ફી અને ટિકિટ ચાર્જ જેવી તમામ બાબતો ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ હેઠળ ટેક્સેબલ સપ્લાય ગણાય છે. આઈપીએલને લક્ઝરી અને પ્રીમિયમ ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ માનવામાં આવતી હોવાથી, તેના પરનો જીએસટી દર 28 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *