જરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોરબંદર કાંઠેથી આશરે 140 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમામાંથી 203 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઓપરેશન દરમિયાન બે ઈરાની ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ માદક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.આ જથ્થો અરબી સમુદ્રમાંથી પકડવામાં આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સુનિયોજિત ઓપરેશન હતું જેમાં ચોક્કસ બાતમીના આધારે દરિયામાં વોચ ગોઠવવામાં આવી હતી. “ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો આ મોટો જથ્થો ઝડપાયો છે. હાલ આ મામલે ઊંડી તપાસ ચાલી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ભારતમાં કોને પહોંચાડવાનું હતું.
આ માહિતીના આધારે ATS અને કોસ્ટ ગાર્ડે સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું. 16 ફેબ્રુઆરી સવારે આશરે 8 વાગ્યે 140 માઇલ દૂર સ્પીડ બોટને ઝડપી લેવામાં આવી. ઓપરેશન દરમિયાન 8થી 10 કલાક સુધી સતત વોચ રાખવામાં આવી હતી અને પીછો કરવામાં આવ્યો હતો. બોટને હાલ પોરબંદરના કોસ્ટ ગાર્ડ સ્ટેશન પર લાવવામાં આવી છે.