આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ

Chintan Suthar

ખોડલધામથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં  પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર થયુ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરી. હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે, તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *