શિક્ષાપત્રી દ્વિશતાબ્દિ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

આજે વસંત પંચમીના પાવન પર્વ એ સ્વામિનારાયણ દ્વારા 1882માં આજના શુભ દિવસે શિક્ષાપત્રી તેમના સ્વહસ્તે લખવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વસંત પંચમીના દિવસને શિક્ષાપત્રીની જન્મ જયંતી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી ચાલી રહી છે, આજે 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સંબોધન કરતાં કહ્યું કે ‘આપણે સૌ એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ, દ્વિશતાબ્દી ઉજવણી છે. આ પવિત્ર ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ શુભ સમયે, હું આપ સૌ સંતોને નમન કરું છું. ભગવાન સ્વામિનારાયણના લાખો અનુયાયીઓને દ્વિશતાબ્દી ઉજવણી પર અભિનંદન આપું છું.’

https://x.com/DDNewsGujarati/status/2014632489185378477?s=20

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ કે ભારતની આધ્યાત્મિક પરંપરા સમયની સાથે ઉપનિષદો, પુરાણો અને અન્ય મૌખિક તેમજ લેખિત માધ્યમોથી વિકસિત થઈ છે, જેને સંતો અને ઋષિઓએ વિભિન્ન યુગોની જરૂરિયાતો પ્રમાણે ઢાળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ કે ભગવાન સ્વામી નારાયણનું જીવન જનશિક્ષા અને સેવામાં ઊંડાણપૂર્વક સમાહિત હતું. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે શિક્ષાપત્રી ધાર્મિક જીવન માટે સરળ પરંતુ ગહન માર્ગદર્શન પ્રદાન કરે છે અને આજે પણ દૈનિક જીવનમાં પ્રાસંગિક બનેલી છે. વડાપ્રધાને કહ્યુ કે ભગવાન સ્વામીનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને સેવા બંનેનું પ્રતીક હતું અને કહ્યુ કે તેમના અનુયાયી આજે સમાજ, રાષ્ટ્ર અને માનવતા માટે સમર્પિત પહેલોમાં સક્રિયપણે લાગેલા છે.

Share This Article