અમેરિકામાં યહૂદીઓના કાર્યક્રમમાં ફરી હુમલો, ભીડ પર બોમ્બ ઝીંક્યો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમેરિકાના કોલોરાડોમાં એક શખસે યહૂદીઓના એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરી દીધો હતો. મોલોટોવ કૉકટેલ (જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ)થી કરવામાં આવેલા આ હુમલામાં આશરે 6 લોકો દાઝી ગયા હતાં. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંકતો દેખાય છે.

https://x.com/OpusObscuraX/status/1929266803215102227

આ હુમલો રન ફોર ધેર લાઈવ્સ નામના જૂથની મીટિંગ દરમિયાન થયો હતો. આ જૂથ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યું હતું. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તપાસમાં આરોપીની ઓળખ મોહમ્મદ સાબરી સોલીમાન, 45 વર્ષીય તરીકે થઈ છે.FBI (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.

Share This Article