વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાનું વધુ પડતું વપરાશ ના કારણે યુવાનોમાં ખુશી હંમેશા દૂર થતું જોવા મળે છે, પરંતુ તેમને આંતરિક અને બાહ્ય નિયંત્રિત કરી શકાય તેવી છે, સતત તુલના, FOMO (Fear of Missing Out) અને પીઅર પ્રેશરથી તણાવ વધે છે, પણ યુવાનો આને નિયંત્રિત કરીને ખુશી વધારી શકે છે. દરરોજ માત્ર 30 મિનિટથી ઓછું સ્ક્રીન ટાઇમ રાખીને, નેગેટિવ કન્ટેન્ટ અનફોલો કરીને અને રીઅલ લાઇફ કનેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરીને યુવાનો માનસિક શાંતિ મેળવી શકે, વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સોશ્યલ મીડિયાને મર્યાદિત કરવાથી એન્ઝાયટી અને ડિપ્રેશનમાં ઘટાડો થઇ શકે છે, અને તેના બદલે વાંચન, હોબી કે શારીરિક પ્રવૃત્તિમાં સમય વિતાવવાથી ખુશીના હોર્મોન વધે છે. યુવાનો દરરોજ 20-30 મિનિટ પુસ્તક વાંચીને કે નવા શોખ અપનાવીને પોતાના મનને નવા વિચારો અને આનંદથી ભરી શકે છે, જે આજના ડિજિટલ વર્લ્ડમાં ભૂલાઈ ગયેલી ખુશી પાછી લાવી શકાય છે,
વ્યક્તિ ખુશ રહી શકે છે કારણ કે સાચા મિત્રો અને પરિવાર સાથેનું ભાવનાત્મક જોડાણ આજે પણ શક્ય છે, ભલે સંયુક્ત પરિવાર ઘટ્યા એ સમજી શકાય અને આજના યુવાનોમાં અલગ રહેવાનું વલણ વધ્યું છે, પણ અઠવાડિયામાં એક વખત પણ મિત્રો સાથે મળવું, રમવું, હસવું કે ફક્ત વાતો કરવી એ ખુશીનો સૌથી મોટો સ્ત્રોત છે. વૈજ્ઞાનિક રિસર્ચ કહે છે કે મજબૂત સોશ્યલ કનેક્શન તણાવને ઘટાડે છે અને લાંબા ગાળાની ખુશી આપે છે, ખાસ કરીને યુવાનોમાં જેની અસર આખી જિંદગી રહે છે. યુવાનો પોતાના મિત્રોને કૉલ કરીને, મળીને કે ગ્રુપમાં આઉટિંગ પ્લાન કરીને આ અંતર ભરી શકે છે. સાથે જ પરિવાર સાથે ફોન બંધ રાખીને જમવા જવું કે નાની-નાની વાતો શેર કરવી એ પણ ભાવનાત્મક સહારો આપે છે, જે તણાવ અને એકલતાને દૂર કરીને આંતરિક ખુશી વધારે છે.
યુવાનો ખુશ રહી શકે છે કારણ કે નાના-નાના દૈનિક આદતો અને કૃતજ્ઞતા થી મોટો ફેરફાર આવે છે. આજે યુવાનો કરિયર, અભ્યાસ અને ભવિષ્યના ડરમાં ફસાય છે, પણ દરરોજ રાત્રે 3 વસ્તુઓ લખવી જેના માટે આભારી રૂપ થાય છે, એટલું સરળ કામ પણ મનને હકારાત્મક બનાવે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસથી સ્ટ્રેસ ઘટે છે, નીંદમાં સુધારો થાય છે અને ખુશી વધે છે. સાથે જ દરરોજ 30 મિનિટ ચાલવું, યોગ કે રમત રમવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન વધે છે, જે નેચરલ એન્ટી-ડિપ્રેસન્ટ તરીકે કામ કરે છે. યુવાનો નાના ધ્યેય નક્કી કરીને જેમ કે આજે નવું પુસ્તક શરૂ કરવું કે મિત્રને મદદ કરવી, અને તે પૂરા કરવાની ખુશી માણીને આત્મવિશ્વાસ અને સંતોષ મેળવી શકે છે.
યુવાનો ખુશ રહી શકે છે કારણ કે માઇન્ડફુલનેસ, ધ્યાન અને નાના કામોમાં આનંદ મેળવવો આજના તણાવભર્યા જીવનમાં પણ શક્ય છે. દરરોજ 5-10 મિનિટ ઊંડા શ્વાસ કે માઇન્ડફુલનેસ કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને ભવિષ્યના ડર કે ભૂતકાળની ચિંતાઓ ઘટે છે. વૈજ્ઞાનિક રિસર્ચ કહે છે કે નાના આનંદના ક્ષણો જેમ કે કોઈને હસાવવું, કૃતજ્ઞતા વ્યક્ત કરવી કે કુદરતમાં સમય વિતાવવો લાંબા ગાળાની ખુશી આપે છે. યુવાનો આજથી જ શરૂ કરી શકે છે, ફોન બંધ કરીને મિત્ર સાથે વાત કરવી, ખુલ્લા ખેતર જે ટેરેસ પર બેસીને આકાશ જોવું કે પોતાના માટે નાનું રિવોર્ડ આપવું. આ બધું મળીને યુવાનોને એ સમજાવે છે કે ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પણ પોતાના વિચારો, સંબંધો અને નાની આદતોમાં છે.
લેખ – મધુ ભાદરકા (ભુજપુર – કચ્છ)
