ચાંદખેડાની ચકચારી ઘટના, ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક પરિવારે બજારમાંથી તૈયાર ખીરું લાવીને ઘરે ઢોંસા બનાવ્યા હતા. આ ઢોંસા ખાધા બાદ પરિવારના ચાર સભ્યોની તભિયત લથડી હતી. જેમાં બે માસૂમ બાળકીઓની તબિયત વધુ ગંભીર હોવાથી  ટૂંકી સારવાર બાદ બંનેના મોત નીપજ્યા છે.બંને બાળકીઓના માતા-પિતા (Couple) ની હાલત પણ અત્યંત નાજુક છે. હાલમાં તેઓ એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઝેરની અસર લોહીમાં પ્રસરી ગઈ હોવાથી તેમની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

પરિવારનો ગંભીર આરોપ છે કે ઢોંસા ખાધા પછી જ બાળકોને ઝેરી અસર થઈ હતી. હાલમાં બાળકીઓના માતા-પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article