મધ્ય પ્રદેશના ઇંદોરમાંથી દિલ હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઇન્ટમાં થયેલા બ્લાસ્ટ બાદ ભયાનક આગ ફાટી નીકળી… અને પળવારમાં આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના ઈન્દોરના બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક બહુમાળી મકાનમાં લાગેલી ભીષણ આગમાં સાત રહેવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
https://x.com/Sachingupta/status/2034119636808266191?s=20
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મકાનની અંદર રાખવામાં આવેલા 10 થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.