બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન: જતાં જતાં મુહમ્મદ યુનુસે આલાપ્યો સેવન સિસ્ટર્સનો રાગ

Chintan Suthar

બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક નવા અને મહત્વપૂર્ણ યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશની વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ પોતાના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. ગત સપ્તાહે યોજાયેલી 13 મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ને મળેલી પ્રચંડ બહુમતી બાદ, યુનુસે સત્તાના સુકાન નવા ચૂંટાયેલા નેતા તારિક રહેમાનને સોંપવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

બાંગ્લાદેશમાં  નવી સરકારની રચના પૂર્વે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વિદાય ભાષણ આપ્યું હતું. 18 મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરી તારિક રહેમાનને સત્તા સોંપતા પહેલાં તેમણે વિદેશ નીતિની સિદ્ધિઓ વર્ણવી હતી.જોકે, તેમણે ચાલાકીપૂર્વક ભારતનું નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ પૂર્વોત્તર રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’નો ઉલ્લેખ કરી પોતાની વ્યૂહાત્મક મનસા સ્પષ્ટ કરી દીધી હતી.

પોતાના ભાષણમાં તેમણે પ્રાદેશિક સહકાર, સીમાવર્તી વિકાસ અને ઉપ-પ્રાદેશિક આર્થિક ભાગીદારીની વાત કરી, પરંતુ ભારતનું નામ સીધું લીધું નહોતું. આ મુદ્દે વિવિધ રાજકીય વિશ્લેષકો અલગ-અલગ અર્થઘટન કરી રહ્યા છે. ‘સેવન સિસ્ટર્સ’ શબ્દ સામાન્ય રીતે ભારતના પૂર્વોત્તરનાં સાત રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ), મણિપુર, મેઘાલય), મિઝોરમ, નાગાલેન્ડ) અને ત્રિપુરા માટે ઉપયોગમાં લેવાય છે.

આ વિસ્તાર ભૌગોલિક રીતે દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. આવા સંદર્ભમાં યુનુસ દ્વારા આ શબ્દપ્રયોગને કૂટનીતિક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *