ચારધામ યાત્રાને લઈ ભક્તો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચારધામ યાત્રાની બધી તારીખો જાહેર કરવામાં આવી છે.કેદારનાથ મંદિરના ચોક્કસ ખુલવાની તારીખ પછી, ચારધામ યાત્રાની બધી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. બદ્રીનાથ મંદિરના દરવાજા 22 એપ્રિલ, 2026 ના રોજ કેદારનાથ મંદિરના દરવાજા ખુલ્યાના બીજા દિવસે, 23 એપ્રિલે ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના દરવાજા 19 એપ્રિલ, 2026 ના રોજ, અક્ષય તૃતીયાના રોજ ભક્તો માટે ખુલશે.
ઉત્તરાખંડનું સુપ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. કપાટ ખુલવાની તારીખ જાહેર થતા જ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે વૃષભ લગ્ન દરમિયાન ખોલવામાં આવશે. શિયાળુ બેઠકમાં ઓમકારેશ્વર મંદિરમાં યોગ્ય વિધિ સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હત્વનું છે કે મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, બુધવારે (22 એપ્રિલ) સવારે 8 વાગ્યે શુભ વૃષભ લગ્ન દરમિયાન દરવાજા ખુલશે. આ છ મહિના સુધી કેદારનાથ યાત્રાની શરૂઆત થશે.