હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા ખાતે શ્રી રામનવમી મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા તા. ૨૭ માર્ચ ૨૦૨૬ શુક્રવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે “શ્રી રામનવમી મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી જેનો આશરે ઘણા ભકતોએ લાભ લીધો હતો.

શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યુ હતું. આ ઉત્સવ દરમ્યાન હરે કૃષ્ણ મંદિર વડોદરા માં ભગવાન શ્રી રામજીના અને શ્રી શ્રી નીતાઈ ગૌરંગાના મંડપનો વિશેષ અંલકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

ભકતો દ્વારા ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાયા હતા. ત્યારબાદ સૌ ભક્તોએ “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ” (108 નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કર્યો હતો. હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા ના સહયોગી ઉપપ્રમુખ શ્રીમાન પ્રતાપરુદ્ર દાસ પ્રભુજી દ્વારા ભગવાન વિષએ ખુબજ રમણીય પ્રવચન આપવામાં આવ્યું.

અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી જે દરમ્યાન સૌ ભકતોએ “શ્રી નામ રામાયણ” નું ગાન કર્યું.

Share This Article