શિક્ષણ જગત શર્મસાર : નડિયાદના આચાર્યએ LC લેવા વિદ્યાર્થીની માતાને હોટલમાં બોલાવી અને પછી…

Chintan Suthar

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી હતી. મહિલાએ પહેલાં એલસી માટે અરજી આપી હતી, ત્યારબાદ આચાર્યએ તેને હોટલમાં મળવા માટે બોલાવી હતી. લંપટ આચાર્યનો ઈરાદો સારો ન જણાતા બજરંગ દળના કાર્યકરોને મામલાની જાણ થતાં કાર્યકરો હોટલ પર પહોંચ્યા હતા અને આચાર્યને હોટલની રુમમાંથી ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, નડિયાદની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ ઝાલા પર ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ છે કે તેણે પોતાની જ શાળાના એક બાળકની માતાને કામ અર્થે અમદાવાદની હોટલમાં બોલાવી હતી. મહિલાએ પોતાના બાળકનું શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC) લેવા માટે શાળામાં અરજી કરી હતી. આક્ષેપ છે કે LC આપવાના બદલામાં આચાર્યે મહિલાને મળવા માટે અમદાવાદની હોટલમાં બોલાવી હતી. આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.તપાસ દરમિયાન આચાર્ય પાસેથી શાળાના LC માટેની ઓફિશિયલ બુક પણ મળી આવી છે, જે સરકારી દસ્તાવેજોના દુરુપયોગ તરફ ઇશારો કરે છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *