અમદાવાદના એક્રોપોલીસ મોલ સ્થિત PVR સિનેમામાં ‘રામાયણ’ના ટીઝરની ખાસ સ્ક્રીનિંગ યોજાઈ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ હોવાનું અનુમાન છે. આ ફિલ્મ 2 પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ 2026 ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ જોવાને લઈને દર્શકો આતુર છે. ત્યારે હનુમાન જયંતિના પર્વ પર રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના એક્રોપોલીસ મોલ સ્થિત PVR સિનેમામાં આજે ‘રામાયણ’ના ટીઝરની ખાસ સ્ક્રીનિંગ યોજાઈ હતી…

આ પ્રસંગે મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ અને દર્શકો હાજર રહ્યા હતા, જ્યાં ટીઝર જોઈને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો…ટીઝરમાં દર્શાવાયેલ ભવ્ય દ્રશ્યો અને વિઝ્યુઅલ્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા…ખાસ કરીને રામાયણની કથાને આધુનિક ટેક્નોલોજી સાથે રજૂ કરવાની ઝલક લોકોને ખૂબ પસંદ આવી…સ્ક્રીનિંગ બાદ ઘણા દર્શકોએ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વ્યક્ત કરી અને તેને મોટા પડદા પર જોવા માટે આતુરતા દર્શાવી… કુલ મળીને, અમદાવાદમાં યોજાયેલ આ સ્ક્રીનિંગે ‘રામાયણ’ ફિલ્મ માટેનો ક્રેઝ વધુ વધારી દીધો છે.

https://youtu.be/YleIZgpTF6w?si=ReqtK4ekBwrXMnq6

ટીઝરમાં રણબીર કપૂર શ્રીરામના રૂપમાં રંગાયેલ જોવા મળે છે. ટીઝરમાં રામની રાક્ષસો સાથેની લડાઈ, રામનો રાજકુમાર તરીકે નો લુક, વનવાસ માટે જતા રામનો લુક પણ દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં એનિમેશન અને વીએફએક્સનો પણ ઉપયોગ ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર જોઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ફિલ્મ ખરેખર ભવ્ય હશે.ફિલ્મમાં સીતા તરીકે સાંઈ પલ્લવી, રાવણ તરીકે યશ, હનુમાનજી તરીકે સનિ દેઓલ અને લક્ષ્મણના રોલ માટે રવિ દુબેને પસંદ કરવામાં આવ્યા છે.

Share This Article