મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શ્રી બાજખેડાવાળ કેળવણી અને સંસ્કૃતિ મંડળ દ્વારા બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ અને બાજખેડાવાળ મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે ત્રિ દિવસીય 11 કુંડી મહારુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે.
આ 11 કુંડી મહારુદ્ર યજ્ઞમાં 27 યજમાનોએ લાભ લીધેલ છે. આ કાર્યકમમાં 500થી વધુ જ્ઞાતિજનો સાથે સાથે સંસ્થાના કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ યજ્ઞનો મુખ્ય હેતુ સનાતન ધર્મની જાળવણી તેમજ સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય અને દેશ સમાજમાં સુખ શાંતિ પ્રસરે – ધાર્મિક અને પવિત્ર વાતાવરણ બને – એકબીજામાં સહકારની ભાવના વધુ જાગૃત થાય તેવા આશ્રયથી કરવામાં આવેલ છે. કેળવણી મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા ભાવિભક્તોને આયોજનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમમાં બાજખેડાવાળ કેળવણી મંડળના પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ, બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજના પ્રમુખ સ્નેહલભાઈ ભટ્ટ, બાજખેડાવાળ મહિલા સમાજના પ્રમુખ અવનીબેન ભટ્ટ સહિત પારસભાઈ જોષી, તરલભાઈ ભટ્ટ, છાયાબેન મહેતા, ઉદયભાઈ ભટ્ટ, સંજયભાઈ ત્રિવેદી, આશિક મહેતા, કિરીટ દવે ખાસ હાજર રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદના ઘોડાસરના પુનિતનગર રોડ જોગર્સ પાર્કની સામેના મેદાનમાં કરવામાં આવ્યું છે.


