અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને બહારથી આવેલા વિદ્યાર્થીએ માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સદનસીબે આ કિસ્સામાં વિદ્યાર્થીને વધારે ઇજા પહોંચી નથી. પહેલાની અદાવતમાં શાળા બહાર આવી યુવકોએ મારામારી કરી હોવાની વાત હાલ સામે આવી રહી છે. આ અંગે ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.