ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન મોકૂફ, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના આજે (23 નવેમ્બર, રવિવાર) થનારા લગ્ન હાલમાં ટળી ગયા છે. આ લગ્ન મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા, પરંતુ લગ્ન યોજાય તે પહેલા જ સ્મૃતિના પિતાની તબિયત અચાનક લથડી હતી, જેના કારણે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડાયા, પિતાના સ્વાસ્થ્યને કારણે બંને પરિવારોએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.

સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ જણાવ્યું હતું કે ક્રિકેટરના પિતા શ્રીનિવાસ મંધાનાને રવિવારે સવારે નાસ્તા દરમિયાન થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેમણે કહ્યું, “જોકે તેઓ થોડો સમય રાહ જોતા હતા, આશા હતી કે તેમની તબિયત સુધરી જશે, પરંતુ સમય જતાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. અમે કોઈ જોખમ ના લેવાનું નક્કી કર્યું. તેથી અમે એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલમાં લઈ ગયા. તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે. સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે, તેથી તેઓ સ્વસ્થ ના થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે”.

Share This Article