તેજસ ફાઈટર જેટ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને અપાઈ અંતિમ વિદાય

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બઈ એર શો 2025ના અંતિમ દિવસે એક દુઃખદ ઘટના બની જ્યારે ભારતનું સ્વદેશી લાઇટ કોંબેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પ્રદર્શન દરમિયાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું.

https://x.com/AHindinews/status/1992529199312306200?s=20

દુબઈ એર શોમાં લડાકુ વિમાન તેજસ ક્રેશમાં જીવ ગુમાવનાર વિંગ કમાન્ડર નમાંશ સ્યાલને રવિવારે અંતિમ વિદાય આપવામાં આવી.નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના પત્નીએ અંતિમ સેલ્યુટ આપ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. નોંધનીય છે કે નમાંશ સ્યાલના પત્ની પણ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર છે. તેમની 7 વર્ષની પુત્રી પણ છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પૈતૃક ગામ પટિયાલકરમાં તેમના પિતરાઈ ભાઈ નિશાંતે તેમને મુખાગ્નિ આપી. નમાંશની શહીદી બાદ તેમના વતનમાં શોકની લહેર પ્રસરી છે.

34 વર્ષીય પાયલટ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયાલકર ગામના વતની હતા. વિંગ કમાન્ડર સ્યાલ હૈદરાબાદ એરબેઝ પર પોસ્ટેડ હતા. તેઓ તેમના શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા. સ્યાલના પરિવારમાં તેમની પત્ની પણ છે, જે ભારતીય વાયુસેનાના અધિકારી પણ છે. તેમની પત્ની ઉપરાંત, સ્યાલના પરિવારમાં તેમની 7 વર્ષની પુત્રી અને માતાપિતાનો સમાવેશ થાય છે.

 

 

Share This Article