રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન સંપન્ન

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કરી લીધા છે. ઉદયપુરના આઈટીસી મેમેન્ટોસ (ITC Mementos) ખાતે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નનો જશ્ન યોજાયો હતો. આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા અને ત્યારબાદ રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ ‘કોડવા’ રીત-રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા.

ઉદયપુરના ભવ્ય અને લક્ઝરી રિસોર્ટમાં બંનેએ નજીકના સગા-સંબંધીઓ અને ખાસ મિત્રો વચ્ચે શાહી અંદાજમાં લગ્ન કર્યા. સવારે 8 વાગ્યે શુભ મુહૂર્તમાં વિજયના પરિવારની આંધ્ર પરંપરા મુજબ લગ્નવિધિ યોજાઈ હતી. ત્યારબાદ સાંજે રશ્મિકાના કોડાવા રિવાજો પ્રમાણે બીજી વિધિઓ પૂર્ણ કરવામાં આવી.

ઘણા વર્ષો સુધી પોતાના પ્રેમને દુનિયાથી છુપાવી રાખ્યા બાદ કપલે હાલમાં જ પોતાના સંબંધને ‘વિરોશ’ નામ આપીને ઓફિશિયલ કર્યો હતો. ઉદયપુરમાં સાત ફેરા લીધા બાદ આ કપલ 4 માર્ચના રોજ હૈદરાબાદમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે, જેમાં સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા સિતારાઓ ઉમટી પડે તેવી આશા છે. હાલમાં તો ચાહકો પોતાના આ ફેવરિટ કપલની લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Share This Article