અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતનો જડબાતોડ જવાબ

Chintan Suthar

ભારત-અમેરિકાના સંબંધો હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકા સતત ધમકીઓ અને દબાણ દ્વારા ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારત યોગ્ય જવાબ આપવા માટે પોતાની જુદી જુદી સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે. જોકે ભારત પણ અમેરિકાને  જવાબ આપી રહ્યું છે.

અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતે જડબાતોડ જવાબ આપતા યુએસ ટ્રેઝરીમાં પોતાનું રોકાણ એક જ વર્ષમાં 21% ઘટાડી નાખ્યું છે. ભારતના આ વળતા દાવથી અમેરિકન અર્થતંત્રને ₹4.5 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે.

બ્લૂમબર્ગે ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે યુએસ ટ્રેઝરીમાં ભારતનું રોકાણ ઝડપથી ઘટી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે માત્ર એક વર્ષમાં તેમાં 21%નો ઘટાડો થયો છે. આનાથી યુએસ અર્થતંત્રને આશરે ₹4.5 લાખ કરોડનું નુકસાન થયું છે. આ વ્યૂહાત્મક ફેરફારનો મુખ્ય હેતુ ભારતીય અર્થતંત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 31 ઑક્ટોબર 2024થી 31 ઑક્ટોબર 2025 દરમિયાન અમેરિકન ટ્રેઝરીમાં ભારતના રોકાણમાં 21 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ હિસ્સેદારી હવે 241.4 અબજ ડોલરથી ગગડીને 190.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

ભારતના રોકાણમાં કેટલો ઘટાડો થયો ?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 31 ઓક્ટોબર, 2025 સુધીમાં યુએસ ટ્રેઝરીમાં ભારતનો હિસ્સો 31 ઓક્ટોબર, 2024 ની સરખામણીમાં 21% ઘટી ગયો છે. તે હવે ફક્ત 190.7 અબજ ડોલર છે, જે 241.4 અબજ ડોલર હતું. આનો અર્થ એ થયો કે ભારતીય રોકાણમાં માત્ર એક જ વર્ષમાં આશરે 50 અબજ ડોલર અથવા રૂ. 4.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલી વાર બન્યું છે કે યુએસ ટ્રેઝરીમાં ભારતના રોકાણમાં ઘટાડો થયો છે. અગાઉ, ભારતનું હોલ્ડિંગ કાં તો વધ્યું હતું અથવા સ્થિર રહ્યું હતું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *