ઈઝરાયલની સંસદમાં PM મોદીએ ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, જુઓ શું કહ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

વડાપ્રધાન મોદી હાલ ઈઝરાયેલના પ્રવાસે છે. જ્યાં ગઈકાલે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્નીએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઈઝરાયલના પ્રવાસ પહોંચ્યા બાદ તેઓએ ઈઝરાયેલની સંસદને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ અનેક મુદ્દા પર વાત કરી હતી. જેમાં તેમણે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ(પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કર્યો હતો.વડાપ્રધાને કહ્યું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું.

પીએમ મોદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદ ‘નેસેટ’ ને સંબોધિત કરી આતંકવાદના રાક્ષસ સામે વૈશ્વિક એકતાનો હાકલ કરી હતી. આ ઐતિહાસિક મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો અને આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ ના ભારતના મક્કમ સ્ટેન્ડને વિશ્વ સમક્ષ રાખવાનો હતો. પીએમ મોદીના આગમન સાથે જ ઇઝરાયલી સંસદ ‘મોદી, મોદી’ ના નારાઓથી ગુંજી ઉઠી હતી.

Share This Article