IPL 2025 : લીગની 61મી મેચમાં હૈદરાબાદે લખનઉને 6 વિકેટે હરાવ્યું

Chintan Gohil

ઈંડિયન પ્રીમિયર લીગની 61મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉની વચ્ચે રમાઈ ગઈ. આ મેચમાં હૈદરાબાદે 6 વિકેટથી જીત મેળવી. લખનઉને મળેલી હાર બાદ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ. આ મેચમાં ટોસ જીતીને હૈદરાબાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી LSGએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જે પછી SRHની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં હાર સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી હતી. ટીમના ઓપનર બેટર્સ મિચેલ માર્શે 39 બોલમાં 65 રન બનાવ્યા હતા અને એડન માર્કરમે 38 બોલમાં 61 રન બનાવીને સારું પ્રદર્શન કર્યું હતું. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન ફટકારી મહત્ત્વની ઇનિંગ રમી હતી. જો કે, આ સિવાયના તમામ બેટર્સ ફ્લોપ સાબિત થયા હતા. લખનઉની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા.

અભિષેક શર્માની તોફાની બેટિંગ

206 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદના બેટર અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી 20 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ સિવાય ઇશાન કિશને 28 બોલમાં 35 રન, હેનરિક ક્લાસેને 28 બોલમાં 47 રન ફટકાર્યા હતા. આમ તમામે હૈદરાબાદની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત હૈદરાબાદના બોલર્સ એશન મલિંગાએ 2 વિકેટ તેમજ હર્ષ દૂબે, હર્ષલ પટેલ અને નિતિશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *