નેપાળમાં ભયાનક અકસ્માત: બસ નદીમાં ખાબકતા 18 લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સોમવારે વહેલી સવારે નેપાળના ધાડિંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. કાઠમંડુથી લગભગ 90 કિલોમીટર પશ્ચિમમાં રાત્રે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. એવું જાણવા મળ્યું છે કે બસ અચાનક કાબુ ગુમાવી દીધી, રસ્તા પરથી પલટી ગઈ અને નદીમાં ખાબકી ગઈ.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ભારતીય સમય (IST) અનુસાર રાત્રે 1-30 વાગ્યે ચિન્નાધરા વિસ્તાર નજીક બની હતી. બસમાં આશરે 40 થી 45 મુસાફરો સવાર હતા, જેમાં કેટલાક વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

મૃત્યુઆંક 18 હોવાનું જાણવા મળે છે, જેમાં છ મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 25 થી 27 લોકો ઘાયલ થયા છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં આઠ મહિલાઓ, 18 પુરુષો અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક પુરુષ મુસાફર ન્યુઝીલેન્ડનો નાગરિક પણ શામેલ છે

 

Share This Article