ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી છે. ઇન્ડિયન નેવી પણ મિસાઈલ પરીક્ષણ કરી રહી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે દેશનની આંતરિક સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) પણ કાર્યવાહી કરી રહ્યું છે. મંત્રાલયે રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યોની 7 મેના રોજ મોક ડ્રીલ યોજવા કહેવામાં આવ્યું છે.યુદ્ધની સ્થિતિમાં દુશ્મનના હુમાલાનો સામનો કરવા તૈયાર રહેવા આ મોક ડ્રીલને મહત્વની માનવામાં આવી રહી છે. કટોકટીની સ્થિતિમાં નાગરીકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રીલ કરવામાં આવશે.
મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?
– હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
– નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
– મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
– નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
– મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.