પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, આ કંપનીએ વધાર્યા ભાવ

Chintan Suthar

એક તરફ ગેસનું સંકટ આખા વિશ્વ પર છવાયેલું છે. આવામાં હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે ખૂલતા બજારે 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો છે. જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે.

વર્ષ 2026ની શરૂઆતમાં અદાણીએ ભાવમાં થોડી રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ ટૂંકા ગાળામાં સતત બે વાર ભાવ વધારવામાં આવ્યા છે. આમ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભાવમાં કુલ રૂ.2.00નો વધારો થઈ ચૂક્યો છેCNGના ભાવમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગ અને પરિવહન ક્ષેત્ર પર સીધી અસર પડશે. રિક્ષા ચાલકોના રોજના ખર્ચમાં વધારો થતા આવક પર કાતર ફરશે અથવા તો તેઓ ભાડું વધારશે તો સામાન્ય નાગરિકોને અસર પડશે. ટેક્સી અને કેબ ઓપરેટર્સને ઓપરેશનલ કોસ્ટ વધવાથી ભાડામાં વધારો થવાની શક્યતા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *