ગુજરાત પોલીસ ભરતી : LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા

Chintan Suthar

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળ (LRD) ની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. મોટી સંખ્યામાં ઉમેદવારો આગામી તબક્કા માટે ક્વોલિફાય થયા છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/LRD_PETPST_Result_Male_Dt_02042026.pdf

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/LRD_PETPST_Result_Female_Dt_02042026.pdf

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જાહેર થયેલા આ આંકડાઓમાં કોન્સ્ટેબલ અને PSI (Police Sub-Inspector) બંને કેડરના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોએ માત્ર PSI કેડર માટે ફોર્મ ભર્યા હશે, તેમની યાદી અલગથી હોઈ શકે છે, પરંતુ સંયુક્ત રીતે અત્યારે 2,63,344 ઉમેદવારોએ મેદાન માર્યું છે. જેમાં 1,73,112 પુરૂષ ઉમેદવાર, 89,405 મહિલા ઉમેદવાર અને 827 માજી સૈનિક ઉમેદવાર ઉતિર્ણ થયા છે.

આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 14 જૂન 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં ટેકનિકલ કે ક્લેરિકલ ભૂલને કારણે લાયક ઠર્યો હશે, તો તેની પસંદગી કોઈપણ તબક્કે રદ થઈ શકે છે.

 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *