PM મોદી આજે ગુજરાતમાં: ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

Chintan Suthar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ, મંળગવાર એટલે કે આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી આજે મહાવીર જયંતીના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે પહોંચ્યા હતા, અહીં તેમણે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. આ મ્યુઝિયમ જૈન ધર્મના શાશ્વત મૂલ્યો, અહિંસા અને ભારતની આધ્યાત્મિક વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરશે. તે માત્ર કલાકૃતિઓનો સંગ્રહાલય નહીં, પરંતુ આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બની રહેશે.

https://x.com/InfoGujarat/status/2038844957449138542?s=20

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *