પાકિસ્તાનના હુમલા બાદ ભારતે અફઘાનિસ્તાનને 2.5 ટન દવાઓ અને મેડિકલ સહાય મોકલી. મોદી સરકારે અફઘાન જનતા સાથે એકતા દર્શાવી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટીમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાન દ્વારા 16 માર્ચના રોજ અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હુમલા બાદ ભારતે પોતાની મિત્રતા અને માનવતાવાદી અભિગમ દર્શાવ્યો છે. આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાન જનતા સાથે મજબૂતીથી ઉભું રહ્યું છે.
https://x.com/MEAIndia/status/2034974274373492978?s=20
ભારત સરકારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘાયલ થયેલા લોકો માટે 2.5 ટન જેટલી તાત્કાલિક દવાઓ, મેડિકલ સામગ્રી અને કિટ્સ મોકલી છે. આ મદદનો મુખ્ય હેતુ ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તેવો છે.
કેન્દ્ર સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારત હંમેશા અફઘાનિસ્તાનની જનતા સાથે એકતામાં ઉભું રહ્યું છે અને આ મુશ્કેલ સમયમાં પણ દરેક સંભવ માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે.
ભારતના આ પગલાને વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ માનવતાવાદી પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના મિત્રતાના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.