અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રામનગર શાક માર્કેટ પાસે સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટી ચંડની નિમિત્તે ભગવાન ઝુલેલાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મનુભાઈ માખીજા, હીરાનંદ માખીજા અને અશોક લુધાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે બહરાણા સાહિબની પૂજા, આરતી અને ભજનનો ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો.
ઉજવણી દરમિયાન ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સમગ્ર વિસ્તારમાં ભક્તિપૂર્ણ માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. સાથે જ સાબરમતી વિસ્તારના સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ તેમજ સ્થાનિક કોર્પોરેટર હિરલબેન ભાવસાર અને ચેતનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


