IPL 2026ને લઈને ફેન્સ એક્સાઈટેડ છે. આ સિઝનની પહેલી મેચ 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. મળતી માહિતી મુજબ પેટ કમિન્સ આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે નહીં.
રિપોર્ટ્સ અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. આમ, જ્યાં સુધી પેટ કમિન્સની ટીમમાં ફરી જોડાઈ ન જાય ત્યાં સુધી ટીમની કમાન અભિષેક શર્માના હાથમાં રહેશે.
પેટ કમિન્સને વર્ષ 2025થી પીઠની ઈજા થઈ રહી છે. જેમાં એશિઝ સીરિઝ દરમિયાન તેની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. આ ઈજાના પરિણામે તે માત્ર T20 વર્લ્ડ કપ જ નહીં પરંતુ એશિઝ સીરિઝની ત્રણ ટેસ્ટ મેચ પણ રમી શક્યો ન હતો. પેટ કમિન્સ હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થય થઈ ન હોવાનું જણાય છે અને ટીમના મેડિકલ સ્ટાફ તરફથી તબીબી મંજૂરી મળ્યા પછી જ તે મેદાનમાં પાછો ફરશે. એવી ધારણા છે કે, તે 28 માર્ચથી શરૂ થનારી IPLની શરૂઆતની મેચો ગુમાવશે. જેથી આ દરમિયાન કેપ્ટનશીપ અભિષેક શર્માને સોંપવામાં આવશે.